કેન્દ્ર સરકાર કે કોઈ રાજ્ય સરકાર આ આધાર પર રેશનકાર્ડ આપવાની ના કહી શકે નહિ,રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત વસ્તી નો રેશિયો યોગ્ય રીતે રાખવામાં આવ્યો નથી
સુપ્રીમ કોર્ટે ગઈકાલે સ્થળાંતર કામદારો ને લઇ એક મહત્વની વાત કીધી હતી. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો સ્થળાંતર કામદારો ને ફક્ત એ આધાર ઉપર રેશનકાર્ડ આપવાથી ના પાડી શકે નહિ કારણ કે તે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત વસ્તીના રેશિયા થી બહાર છે.જસ્ટિસ એમ આર શાહ અને ન્યાયમૂર્તિ અહસાનુદ્દીન અમાનુલ્લાની ખંડપીઠે કહ્યું કે પ્રત્યેક નાગરિકને સરકારની કલ્યાણકારી યોજના નો લાભ મળવો જોઈએ.
સરકારની કલ્યાણકારી યોજના નો લાભ બધાને મળવો જરૂરી
ખંડપીઠે કહ્યું કે, એવું નથી કહી રહ્યા કે સરકાર તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહી છે અથવા કલ્યાણકરી યોજના માં કોઈ બેદરકારી દાખવે છે. તેમ છતાં કેટલાક લોકો છુટી જાય છે તો કેન્દ્ર અને રાજ્ય સરકારો એ જોવું જોઈએ કે તેમને રેશન કાર્ડ મળી જાય. કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકાર કે કોઈ રાજ્ય સરકાર એ આધાર પર રેશનકાર્ડ આપવાની ના કહી શકે નહિ કારણ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત વસ્તી નો રેશિયો યોગ્ય રીતે રાખવામાં આવ્યો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590