Latest News

ઘરફોડ ચોરીના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને નિઝર પોલીસે ઝડપી પાડ્યો.

Proud Tapi 17 Dec, 2024 11:58 AM ગુજરાત

મહેશ પાડવી - નિઝર  :    નિઝર તાલુકાના રુમકીતલાવ ખાતે ગત 01 નવેમ્બર  2023  ધારેશ્વર જ્વેલર્સ નામની  દુકાનમાં  રૂ.1,98,000 ની ચોરી થયાની ફરિયાદ નિઝર પોલીસ મથકે ધારેશ્વર જ્વેલર્સના માલિક સુમિત દિલીફ  સરાફ  દ્વારા કરવામાં આવે છે.જેમાં ચોરી કરનાર ત્રણ જેટલા અજાણ્યા ઇસમો વિરુદ્ધ  ગુન્હો નોંધવામાં આવે છે. જે બાદ પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરતાં 5 નવેમ્બરના રોજ તાપી એલસીબી અને નિઝર પોલીસની સંયુક્ત કામગીરીથી એક આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળે છે ,જેમાં આરોપી હરપાલસિંગ ઓમકારસિંગ શિકલીકર ઉ.વ.૩૨  ને પોલીસ તેના રહેઠાણના  ઘરેથી રૂ.6,96,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.તેમજ અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા.

જે બાદ ગત રોજ નિઝર પોલીસ સ્ટાફના માણસો નિઝર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પો.કો. મેહુલભાઈ અને પો.કો.મુકેશભાઈ ને ખાનગી રાહે સંયુક્ત માહિતી મળી હતી કે  નિઝર પોલીસ ચોપડે ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી નાગરસિંગ ઓમકારસિંગ શિકલીકર રહે.એકતા નગર  નંદુરબાર (મહારાષ્ટ્ર)ને તેના ઘરે  જોવા મળેલ છે.જે બાતમીના આધારે નિઝર પોલીસ સ્ટાફના માણસો એ  નાગરસિંગ ઓમકારસિંગ શિકલીકર ને ઝડપી પાડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ,નવેમ્બર 2023માં ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને નિઝર પોલીસ એક આરોપીને ઝડપી પાડ્યો છે,પરંતુ  હજી સુધી ઘરફોડ ચોરીના ગુન્હામાં ત્રણ આરોપી પૈકી 2 જ આરોપી પકડાયા છે ,ત્યારે ત્રીજા આરોપીને પકડવા નિઝર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.આ પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવે તો ત્રીજો આરોપી પણ પોલીસ પકડમાં આવતા વાર નહીં લાગે તેમ છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post