ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરત દ્વારા નવયુગ કોમર્સ કોલેજ ખાતે “વિજય દિવસ (૧૯૭૧ ભારત-પાકિસ્તાન યુદ્ધ) સ્મૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત સૌએ બે મિનીટ મૌન પાળી યુદ્ધમાં શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. યુવાઓને વિજય દિવસથી વાકેફ કરાયા હતા.
નહેરુ યુવા કેન્દ્ર-સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિ ગીત સ્પર્ધા યોજી પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે નવયુગ કોલેજના પ્રો.મેહુલ શાહ, પ્રો.બિંદુ શાહ, રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક ગૌરવ પડાયા, ઉજ્જવલ પરમાર અને હર્ષા ખત્રી સહિત ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590