સુરત પોલીસ કમિશનરનું જાહેરનામુ: વૈકલ્પિક રૂટ પર ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું
સુરત રેલ્વે સ્ટેશનના આધુનિકીકરણના ભાગરૂપે સુરત ઈન્ટેગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.(SITCO) દ્વારા રેલ્વે સ્ટેશન આસપાસ નિર્માણ થનાર નવા ફ્લાય ઓવરબ્રિજને વરાછા ફ્લાયઓવર બ્રિજ સાથે જોડવા માટે કન્સ્ટ્રકશનની કામગીરી સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તાથી વૈશાલી સર્કલ સુધીના વિસ્તારમાં આગામી છ માસ માટે કરનાર હોવાથી આ સમય દરમ્યાન સરળ ટ્રાફિક નિયમન અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે જાહેરનામુ બહાર પાડી વરાછા સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તાથી વૈશાલી ત્રણ રસ્તા સુધીનો (સુરત શહેર તરફ જતો રસ્તો) એક તરફનો રસ્તો છ માસ માટે તમામ પ્રકારના વાહનોની અવર-જવર તથા પાર્કિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
જાહેરનામા અનુસાર ભારે વાહનો તથા ખાનગી લકઝરી બસો હિરાબાગ સર્કલથી આગળ મિનીબજાર અને સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તા, તરફ રાત્રિના ૧૦.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધીના સમય દરમ્યાન જઈ શકશે. અને ઉપરોકત વિસ્તાર પૂરતો ભારે, માલ વાહક અને લકઝરી બસો માટે વર્ષ ૨૦૧૯ના જાહેરનામાં મુજબ આપવામાં આવેલી છુટછાટનો સમય નહી ગણતાં આ જાહેરનામાંથી આપવામાં આવેલ રાત્રિના ૧૦.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધીનો જ છુટછાટનો સમય ગણવાનો રહેશે.
વરાછા સેન્ટ્રલ વેરહાઉસથી વૈશાલી ત્રણ રસ્તા સુધી રોડની સાઈડમાં આવેલ ફુટપાથ ઉપર દુકાનદારો, રાહદારીઓ માટે પગપાળા અવર-જવર કરી શકશે.
વૈકલ્પિક રૂટ :(A) હેવી ટ્રકો તથા ખાનગી લકઝરી બસો સિવાયના વાહનો હિરાબાગ જંકશન તરફથી સુરત રેલ્વે સ્ટેશન તરફ જતા તમામ પ્રકારના વાહનો સેન્ટ્રલ વેરહાઉસથી ડાબી બાજુ વળી આગળ સીધા જઈ વસંત ભીખાની વાડીથી જમણી બાજુવળી આશરે ૨૦ મીટર આગળ જઈ ડાબી બાજુ વળી આગળ સીધા જઈ નિર્મલ છાયા કંમ્પાઉન્ડથી જમણી બાજુવળી ત્રિકમનગર સોસાયટી તથા સિધ્ધાર્થનગર સોસાયટી વચ્ચેથી પસાર થતા TP રોડ ઉપર આગળ જઈ ઉગમનગર ત્રણ રસ્તા (શ્યામજીભાઈ કાળીદાસની વાડી) પાસે આવેલ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી આગળ સીધા જઈ જે.બી.ડાયમંડ સર્કલથી ડાબી બાજુવળી આગળ સીધા જઈ લંબેહનુમાન પોલીસ ચોકીથી જમણી બાજુ વળી આગળ સીધા જઈ પોદ્દાર આર્કેડથી ડાબી બાજુ વળી આયુર્વેદિક ગરનાળાથી સુરત સ્ટેશન તરફ જઈ શકશે.
વૈકલ્પિક રૂટ:(B) હેવી ટ્રકો તથા ખાનગી લકઝરી બસો સિવાયના વાહનો હિરાબાગ જંકશનથી મીનીબજારથી જમણી બાજુવળી માનગઢ ચોક, અંકુર ચાર રસ્તા, દેવજીનગર ત્રણ રસ્તાથી આ વિસ્તારની આજુ-બાજુના વિસ્તારમાં જઈ શકશે.
વૈકલ્પિક રૂટ:(C) તા.૦૯/૦૫/૨૦૧૯ ના પોલીસ કમિશનરશ્રીના ભારે, માલ વાહક અને લકઝરી બસો માટેના જાહેરનામા મુજબ આપવામાં આવેલ છુટછાટ મુજબના સમયગાળા દરમ્યાન...
(I) સુરત શહેરમાં આવતી હેવી ટ્રકો અને લકઝરી બસો હિરાબાગ સર્કલથી જમણી બાજુ વળી વલ્લભાચાર્ય રોડ ઉપર થઈ તેની આજુ-બાજુના વિસ્તારોમાં અને ગૌશાળા સર્કલ થઈ કતારગામ તરફ જઈ શકશે.
(II) કાપોદ્રા વિસ્તાર, ગાયત્રી સર્કલ, સીતાનગર સર્કલ, બોમ્બે માર્કેટ તરફ જતી હેવી ટ્રકો અને લકઝરી બસો કાપોદ્રા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી (અથવા હિરાબાગથી ડાબી બાજુ વળી) શ્રીરામ મોબાઈલ, રચના સર્કલ, ગાયત્રી સર્કલ થઈ રેશ્મા સર્કલ, સીતાનગર કાપોદ્રા વિસ્તાર અને જુની બોમ્બે માર્કેટ થઈ સુરત શહેરમાં જઈ શકશે.
ફરજ પરનાં પોલીસ વિભાગ, આવશ્યક સેવાના વાહનો, ફાયર, એમ્બ્યુલન્સ, SMC અને સરકારી તમામ વાહનોને અવર-જવર કરવા માટે પ્રતિબંધથી મુક્તિ રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590