નાણા, ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માના વડપણ હેઠળ મહુવા સુગર ફેકટરી ખાતે મહુવા, ગણદેવી અને અન્ય સુગર ફેકટરીઓના ચેરમેન તથા ડિરેકટરો સાથે સુગરની કામગીરી અંગે સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં સુગર ફેક્ટરીઓને લગતા પ્રશ્નો, પ્રગતિ અંગેની ચર્ચા કરી ખેડૂતોને સારા ભાવ મળી રહે, સુગર ફેકટરીઓની બાયો પ્રોડકટને વેગ મળે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ પ્રથમવાર સહકારિતા વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે. ગામડાઓ મજબુત થાય, કો-ઓપરેટિવ સેક્ટરનું માળખુ મજબૂત બને તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. બેઠકમાં ધારાસભ્યો મોહનભાઇ ઢોડિયા અને સંદિપભાઈ દેસાઈ, મહુવા સુગરના પ્રમુખ માનસિંહ પટેલ, સુગર ફેકટરીના ચેરમેનો, ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590