લેબર ઓફિસર,સહાયક લેબર ઓફિસર, સુરત મનપા, આરોગ્ય વિભાગ, પ્રયાસ ટીમ તથા અન્ય વિભાગની બનેલી સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા પુણાની મુક્તિધામ સોસાયટીમાં રેડ કરવા કરવામાં આવી હતી. જેમાં પાંચ બાળશ્રમિકો કામ કરતા મળી આવ્યા હતા. આ બાળકો ધનલક્ષ્મી ચરક વર્કમાં સાડી ફોલ્ડિંગનું કામ કરતા હતા. તમામ બાળકો રાજસ્થાનના વતની છે. જેમાં એક બાળક ૧૬ વર્ષનો અને બીજા ૧૩ થી ૧૪ વર્ષના છે. આ બાળકોને CWC ના આદેશ અનુસાર વી.આર.પોપાવાલા બાળશ્રમમાં મૂકવામાં આવ્યા છે. નોંધનીય છે કે, બધા બાળકોના ડોક્યુમેન્ટ આવે પછી આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590