સુરતમાં રોજે રોજ આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે મંગળવારે રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી હતી. આ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
આજે ફરી એ જ માર્કેટમાં આગ લાગી ગઈ હતી. ગઈકાલે બેઝમેન્ટ સહિતના એરિયામાં આગ લાગી હતી. જ્યારે આજે સવારે 8 વાગ્યે લાગેલી આગ ઉપરના માળ સુધી પહોંચી ગઈ હતી. બીજો અને ત્રીજો માળે આગની ઝપેટમાં આવી ગયો હતો. જેથી ફાયરબ્રિગેડની 22થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગમાં ઉપરના માળેથી આગ પર કાબુ મેળવવા ગયેલો ફાયર જવાન ફસાયો હતો. ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે.
ફાયર ઓફિસરે કહ્યું કે, ગઈકાલે આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જો કે, લાઈન ચાલુ હોવાના કારણે કદાચ ફરી આગ લાગી હોય તેવી આશંકા છે. હાલ બીજા અને ત્રીજા માળેથી આગને આગળ વધતી રોકવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે. હાલ ઘણું નુકસાન માર્કેટમાં થયું હોય તેવું લાગી રહ્યું છે. શહેરના મોટાભાગના ફાયરસ્ટેશનની ગાડીઓને ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી છે.
સુરતમાં રોજે રોજ આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે મંગળવારે રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી હતી. આ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.આજે ફરી એ જ માર્કેટમાં આગ લાગી ગઈ હતી. ગઈકાલે બેઝમેન્ટ સહિતના એરિયામાં આગ લાગી હતી. જ્યારે આજે સવારે 8 વાગ્યે લાગેલી આગ ઉપરના માળ સુધી પહોંચી ગઈ હતી. બીજો અને ત્રીજો માળે આગની ઝપેટમાં આવી ગયો હતો. જેથી ફાયરબ્રિગેડની 22થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગમાં ઉપરના માળેથી આગ પર કાબુ મેળવવા ગયેલો ફાયર જવાન ફસાયો હતો. ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે.
બે માળમાં આગ ફેલાઈ
શિવશક્તિ માર્કટમાં સવારના 8 વાગ્યા આસપાસ બીજા માળે આગ લાગી ગઈ હતી. આ આગ એટલી પ્રચંડ હતી કે ઝડપથી ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી. આગમાં કાપડ સહિતના જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડની 22થી વધુ ગાડીઓ આવી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા હાલ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે.
ગઈકાલે એકનું મોત થયું હતું
શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હોવાનો કોલ મળતાં ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બેઝમેન્ટમાં આવેલી ચારથી પાંચ દુકાનોમાં આગ પ્રસરી ગઇ હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગના લીધે ધુમાડાના ગોટેગોળા જોવા મળ્યા હતા. ધુમાડામાં ગુંગળામણના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590