Latest News

કુકરમુંડા પોલીસે ટાવરમાંથી બેટરી ચોરતા શખ્સને ઝડપી પાડ્યો

Proud Tapi 17 Dec, 2024 12:48 PM ગુજરાત

કુકરમુંડા પોલીસે  મોબાઈલ ટાવરના ટેકનીશીયનની  સઘન પૂછપરછ કરતાં ટેકનિશિયને  ગુન્હો કબૂલી લીધો

કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ખાતે આવેલા વોડાફોન ટાવરના સેલ્ટર રૂમના અંદરના ભાગમાંથી  600 AH બેટરીઓ નંગ  ૨૪ મળી કુલ્લે રૂ. ૭૨,૦૦૦/- મત્તાની ચોરી થયાની ફરિયાદ 12 ડિસેમ્બર 2024 ના રોજ કુકરમુંડા  પોલીસ મથકે નોંધાઈ હતી.જે બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

કુકરમુંડા પોલીસ સ્ટેશન પાર્ટ -A મુજબ કલમ નંબર 305,331 (3)331 (4) મુજબ તપાસ કરી ચાલી રહી હતી ,ત્યારે સદર ગુનામાં ફૂલવાડી ગામના મુખ્ય રોડ પર ઉપર આવેલા વોડાફોનના ટાવરના સેલ્ટર રૂમના અંદર થી કોઈ અજાણ્યા ચોર ઈસમ ઇન્ડસ મોબાઈલ ટાવરના સેલ્ટર રૂમની અંદર પ્રવેશ કરી, સેલ્ટર રૂમમાં ફીટ કરેલા વરલા પ્લસ 600 AH બેટરીઓ નંગ 24 મળી કુલ 72 હજાર મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જે ઘટના બાદ પોલીસે ગુના ને ઉકેલી નાખવા માટે તમામ પ્રયાસો હાથ ધરી હતી જેમાં પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરતા મોબાઈલ ટાવરના ટેકનિશયન અનિલ મધુકર પટેલની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા શખ્સની આગવી ઢબે પુછપરછ કરતા પોતે ગુનાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત આરોપીએ બેટરી નંગ-24 ચોરી કરી હોવાનું એકરાર કરતા ગુનાના કામે ધરપકડ કરવામાં આવી હતી.અને મોબાઈલ બેટરીની વેચાણ બદલ મેળવેલી રકમ 18,500 પણ રિકવરી કરી પકડાયેલો શખ્સ અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલો છે કે,નહીં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે આગામી સમયમાં પકડાયેલા શખ્સ અન્ય ગુનાઓની પણ કબૂલાત કરી તેવી શખ્યતાઓ છે.

પકડી પાડેલ આરોપીનુ નામ સરનામા:-  
અનિલભાઇ મધુકરભાઇ પટેલ ઉ.વ.૪૭  રહે,વલ્લભિગર તા.નિઝર જી.તાપી
 
કામગીરી કરનાર પોલીસ અનિકારી/કમગચારી:- 
૧- પો.ઇન્સ શ્રી.વી.કે .પટેલ કુકરમુાંડા પોલીસ સ્ટેશન  
૨.ASI જયરાજસીાંહ  
૩. ASI ગંભીરસિંહ મહોબતસિંહ 
૪.HC. રનવાંદ્રભાઇ છગનભાઈ
૫.HC અજુ ગનનસાંહ વીક્રમનસાંહ
૬. HC રનવભાઈ હરીયાભાઈ  
૭.પો.કો.પ્રશાાંતભાઇ નકશોરભાઇ
૮.પો.કો સાગરભાઈ મગનભાઈ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post