તાબી જિલ્લા એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ એ વ્યારા તાલુકાના બેડકુવા નજીક ગામ ખાતેથી ગેરકાયદેસર બાયોડીઝલનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ બાયોડીઝલ સહિત કુલ ૧.૦૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ ટીમ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,કાકરાપાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બેડકુવા નજીક ગામમાં બેડકુવા જીઆઇડીસી ખાતે રામદેવ નારણ ગોજીયાના ગોડાઉનમાં ગેરકાયદેસર બાયોડીઝલ પ્રવાહીનો જથ્થો રાખવામાં આવેલ છે. જે બાતમીના આધારે એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ પોલીસ સ્ટાફ ના માણસોએ બેડકુવા નજીક ગામ એ આવેલ જી.આઇ.ડી.સી.ખાતે રેડ કરી હતી. ત્યારે ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે પાંચ લોખંડના પીપમાં ભરેલ બાયો ડિઝલ જેવું જવલનશીલ પ્રવાહી કુલ લીટર ૧૦૦૦ જેની કિંમત રૂપિયા ૭૫,૦૦૦/-તથા અન્ય મુદ્દામાલ એમ મળી કુલ રૂ.૧,૦૧,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કાકરાપાર પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590