Latest News

આદિવાસી સમાજ માટે સમીક્ષા કરી ન્યાયના હિતમાં પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે તાપી બીટીટીએસ એ રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું

Proud Tapi 20 Feb, 2024 05:24 PM તાપી

તાપી જિલ્લાના સ્થાનિક આદિવાસીઓને પ્રોજેક્ટ ના નામ પર જમીનોથી બેદખલ કરી વર્ષોથી અન્યાય કરવામાં આવી રહ્યો છે જેને લઈને સમીક્ષા કરવામાં આવે અને ન્યાયના હિતમાં પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે ભારતીય ડ્રાઇવર ટાઈગર સેના દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન ના અસરગ્રસ્ત આદિવાસી ખેડૂત તોયે જમીન ગુમાવી છે તેમ છતાં હજુ સુધી સ્થાનિક લોકો અને યુવાઓને કાયમી નોકરી આપવામાં આવેલ નથી.એક તરફ  ખેડૂતો એ જમીન ગુમાવી હોવા છતાં બીજી તરફ નોકરીઓ પણ મળી નથી. જેના કારણે સરકારના દાવાઓ પોકળ  સાબિત થઈ રહ્યા છે.

તાપી જિલ્લામાં રહેતા આદિવાસી સમાજ ના ખેડૂતોને ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા અવારનવાર જમીનો માંથી બેદખલ કરવામાં આવી રહ્યા છે. તેમજ હાલમાં સોનગઢ તાલુકાના ખેડૂતોને સનદો વાળી જમીન માં પ્રવેશબંધી કરવામાં આવેલ છે. અને ત્યાં રોપા ઉછેર કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને સનદો ન આપી અન્યાય કરવામાં આવી રહ્યો છે.

તેમજ ઉકાઈ ડેમમાં ખેડૂતોએ જમીન ગુમાવી હતી તેમાં પણ વિસ્થાપિતોને લાભ આપવામાં આવેલ નથી જેના કારણે વિસ્થાપિતોની સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે.જેને લઈને વહીવટી તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે અને લોકહિત માં પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.

દક્ષિણ ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં વિવિધ પ્રોજેક્ટ, નેશનલ હાઇવે તેમજ કોરીડોર ના નામે આદિવાસીઓ પાસે માંડ જીવન ગુજરાત માટે જમીનનો પણ છીનવામાં આવી રહી છે. આ પ્રકારે આદિવાસીઓ પર અન્યાય થઈ રહ્યો હોય તે જોવા મળી રહ્યું છે.

આ તમામ મુદ્દાઓને લઈને ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના દ્વારા તાપી જિલ્લા કલેકટર મારફતે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં વહીવટી તંત્રએ આ અંગે સમીક્ષા કરી લોકોને ન્યાય મળે અને લોક હિતમાં નિર્ણય આવે તેવા પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post