ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે તાપી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકનું એ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.અને સાયબર ક્રાઇમનો ભોગ બનનારને ફરિયાદ નોંધાવવા માટે અપીલ કરવામાં આવી હતી.
ગત તારીખ ૩૦/૧૨/૨૦૨૩ ના રોજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે દાહોદ જિલ્લા ખાતેથી તાપી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પોલીસ અધિક્ષક તાપી દ્વારા સાયબર ક્રાઈમ બાબતે લોકોમાં જાગૃતતા આવે અને આવા ગુનાઓ બનતા અટકે અને જો કોઈ સાયબર ક્રાઈમનો ભોગ બને તો બેઝીક કોઈ પણ જાતના ડર કે શરમ વગર ફરીયાદ કરે તે માટે અપીલ કરી હતી.તેમજ જો કોઈ નાણાકીય ફ્રોડનો ભોગ બને તો તાત્કાલીક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ ઉપર કોલ કરી ફરીયાદ નોંધાવવા તમામને અપીલ કરવામાં આવેલ છે.
તાપી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરવા માટે પોલીસ અધિક્ષકની કચેરી,તાપી-વ્યારા જિલ્લા સેવા સદન બ્લોક નં. ૧૫, પેહેલા માળ ખાતે તાત્કાલીક રૂમોની વ્યવસ્થા કરી,પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590