કાકરાપાર પોલીસ મથકે મકાનના બાંધકામ માટે મુકેલા લોખંડના સળિયા ચોરી ગઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. તેમજ વ્યારા પોલીસ મથકે બકરા ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ બંને ગુનામાં સંડોવાયેલ ગેંગને તાપી જિલ્લા એલ સી બી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ એ ઝડપી પડી હતી.અને કુલ પંચની અટકાયત કરવામાં આવી હતી.
વ્યારા ખાતે રહેતા દિનેશ બાલુ ગામીત એ ભાનાવાડી ગામ ખાતે મકાન બાંધકામ માટે લોખંડના સળિયા લાવી મૂક્યા હતા. જોકે ભાનાવાડી ગામ ખાતે મુકેલ ૬૧ હજાર રૂપિયાની કિંમતના સળિયા કોઈક ચોર દ્વારા ચોરી કરવામાં આવ્યા હતા.ચોરી ને લઈને કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમજ થોડા દિવસ અગાઉ કાકરાપાર પોલીસ મથક વિસ્તારમાં ૧૮ હજારની કિંમતના બકરા ચોરાયા હતા.અને વ્યારા પોલીસ મથક વિસ્તારમાં ટેમ્પો ચોરી થયો હતો. જેને લઇને વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ત્યારે તાપી જિલ્લા એલ સી બી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ ના પોલીસ સ્ટાફના માણસોને કાકરાપાર પોલીસ મથકે ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અંગે બાતમી મળી હતી.જે બાતમીના આધારે પોલીસ સ્ટફનાં માણસોએ (૧) અશ્વીન ઉર્ફે ડેબી નવીનભાઈ ગામીત( ઉ.વ.૩૨ રહે.ઇન્દુ તા.વ્યારા જી.તાપી), (૨) વિજય ઉર્ફે વિજલો ભીમટો શ્યામ ગામીત (ઉ.વ.૩૧ રહે. વ્યારા શીંગી ફળીયુ તા.વ્યારા જી.તાપી), (૩) રિકેશ અનીલ ગામીત (ઉ.વ.૧૯ રહે. ઇન્દુ તા.વ્યારા જી.તાપી), (૪) કોશીક માલુ ગામીત (ઉ.વ.૩૫ રહે. ચીખલવાવ આમલી ફળીચુ તા.વ્યારા જી.તાપી), (૫) મયુર દેવેન્દ્ર ગામીત (ઉ.વ.૨૬ રહે. ચીખલવાવ આમલી ફળીયુ તા.વ્યારા જી.તાપી) ને ઝડપી પાડ્યા હતા. તેમજ આમાંથી કેટલાક આરોપીઓ દ્વારા ભાનાવાડી ગામ ખાતેથી સળિયા ચોરી કરવામાં આવ્યા હતા તથા બકરા ચોરી કરવામાં આવ્યા હતા તેમજ ટેમ્પો ચોરી કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ ગેંગની અટકાયત કરી કાકરાપાર તથા વ્યારા પોલીસને આરોપીઓ સોંપવાની તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590