Latest News

વ્યારામાં લોખંડના સળિયા ચોરી કરતી ગેંગના ચાર વ્યક્તિઓને પકડી પાડતી તાપી એલસીબી

Proud Tapi 31 Mar, 2023 05:23 AM ગુજરાત

વ્યારાના કાકરાપાર રોડ પર મગદુમ નગરમાં આવેલ શ્રી ગણેશ સપ્લાયર્સ નામની દુકાનની સામે આવેલ ખુલ્લી જગ્યા માંથી લોખંડના સળીયા ની ચોરી થઇ હોવાની ફરિયાદ કાકરાપાર પોલીસ મથકે નોંધાવા પામી હતી જોકે ફરિયાદ  બાદ તપાસ કરી રહેલી પોલીસના હાથે લોખંડના સળીયા ચોરી કરતી ગેંગના ચાર જણા પકડાયા છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર  વ્યારા તાલુકાના કાકરાપાર રોડ પર મગદુમ નગરમાં આવેલ શ્રી ગણેશ સપ્લાયર્સ નામની દુકાનની સામે આવેલ ખુલ્લી જગ્યામાંથી તા.૧૦/૦૩/૨૦૨૩ ના કલાક-૧૯/૦૦ થી તા.૧૧/૦૩/૨૦૨૩ ના કલાક- ૦૮/૩૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે દુકાનદાર વિનોદ બુદ્દારામ જાતે અગ્રવાલ રહે, ઘર નં.સી/૩ ધારીવાલ સોસાયટી રિધમ હોસ્પીટલની પાછળ વ્યારા તા.વ્યારા નાઓની દુકાનની સામે ખુલ્લી જગ્યામાં મુકેલ ૧૦ એમ.એમ. ટી.એમ.ટી.લોખંડના સળીયાની ૩૦ ભારી જેનુ વજન આશરે ૨૧૦૦ કિ.ગ્રા.જેની કિ.રૂ.૧,૩૬ ,૫૦૦/- નો મુદ્દામાલ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયા હતા.જે બનાવ અંગે દુકાનદાર એ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસ દ્વારા તા.૨૯/૦૩/૨૦૨૩ નારોજ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવતા લોખંડના સળીયા ચોરી કરતી ગેંગના ચાર વ્યક્તિઓ જેમાં અશ્વિન ઉર્ફે ડેબો નવીનભાઇ ગામીત (ઉ.વ.૩૨) રહે,ઇન્દિરા કોલોની ઇન્દુ ગામ-વ્યારા,વિરલ ઉર્ફે બુટ્ટો જીતુભાઈ ગામીત (૨૩) રહે, નાળું કળિયું-વ્યારા,જતીન ઉર્ફે બંટી સુનીલભાઇ ગામીત (૨૩) રહે, સિંગી કૃળિયું-વ્યારા,વિજય ઉર્ફે વીજલો શ્યામ શ્યામભાઇ ગામીત (ઉ.વ.૩૦) રહે, સિંગી કૃળિયું-વ્યારા ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post