તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ એ સુરત જિલ્લાના કિમ પોલીસ મથકે બે વર્ષથી દારૂના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.
તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ પોલીસ સ્ટાફના ટીમના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુરત જિલ્લાના કીમ પોલીસ મથકે દારૂના ગુન્હામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી મનોજ લાલસિંગ ચૌધરી વ્યારા રામીબા હોન્ડાના શો રૂમ પાસે જોવા મળેલ છે.જે બાતમીના આધારે કીમ પોલીસ મથકે દારૂના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી મનોજ લાલસીંગ ચોધરી (ઉ.વ.૪૯ રહે.નવું ફળીયુ બાજીપુરા તા.વાલોડ જી.તાપી)ની અટકાયત કરી હતી.તેમજ આરોપીની અટકાયત કરીને આરોપીને કીમ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590