તાપી જિલ્લા એલસીબી પોલીસ એ વ્યારા પોલીસ મથકએ દારૂના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ટીચકપુરા ગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફનાં માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,વ્યારા પોલીસ મથકે દારૂના ગુન્હામાં નાસતા ફરતો વોન્ટેડ આરોપી ટીચકપુરા બાયપાસ રોડ પર જોવા મળેલ છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ એ ટીચકપુરા બાયપાસ હાઈવે પરથી વ્યારા પોલીસ મથકે દારૂના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી વિજય હરિ પરમાર (રહે.રહિયાદ તા. વાગરા જી.ભરૂચ )ને ઝડપી પાડ્યો હતો.તએલસીબી પોલીસ સ્ટાફના માણસોએ આરોપીનો કબજો વ્યારા પોલીસ ને સોંપ્યો હતો.જે બાદ વ્યારા પોલીસે આરોપીનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590