તાપી જિલ્લા એસ.ઓ.જી.પોલીસ એ નિઝરના લક્ષ્મીખેડા ગામ ખાતેથી સ્ફોટક પદાર્થ એવા જીલેટીન સ્ટીક સાથે બે ને ઝડપી પાડ્યા હતા.તેમજ ગેરકાયદેસર સ્ફોટક પદાર્થ સહિત કુલ કિંમત રૂપિયા ૧.૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
તાપી જિલ્લા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નિઝર તાલુકાના લક્ષ્મીખેડા ગામ ખાતે વસંત સુરૂપસીંગ વળવીના ઉકાઇ જળાશયના સંપાદન થયેલ ખેતરમાં સ્ફોટક પદાર્થ દ્વારા કુવામાં હોલ કરી રહ્યા છે.જીલેટીન દ્વારા બ્લાસ્ટ કરી કુવા ગાળવાનું કામ કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ લક્ષ્મીખેડા ગામ ખાતે રેડ કરી હતી.અને વિસ્ફોટક પદાર્થ રાખનાર સુરેન્દ્ર માર્ગા વસાવે (રહે.મંગરૂળ તા.જી. નંદુરબાર મહારાષ્ટ્ર) અને માર્ગા કેશલા વસાવે (રહે, મંગરૂળ તા.જી. નંદુરબાર મહારાષ્ટ્ર)એ ગેરકાયદેસર ઝીલેટીન સ્ટીક સાથે ઝડપાયાં હતા.તેમજ પોલીસે સ્થળ પરથી ટ્રેક્ટર અંદર ડ્રીલ-કમ્પ્રેશર સહીતના સાધનો તથા ગેરકાયદેસર ઝીલેટીન સ્ટીક નંગ-૨ તથા બે નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧,૫૪,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો.નિઝર પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590