તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ એ ઉચ્છલ પોલીસ મથકે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેમજ ચોરીમાં ગયેલ મોબાઈલ પણ રિકવર કરવામાં આવ્યો હતો.
તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ ને ટેકનીકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી કે, ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીમાં ગયેલ મોબાઇલ હાલમાં મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબારના કુરેશી મહોલ્લા ધાનોરા ખાતે રહેતા રીઝવાન શાહબુદ્દીન શેખ પાસે છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટફના માણસોએ મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર ખાતેથી રીઝવાન શાહબુદ્દીન શેખ (ઉ.વ.૩૫ રહે. કુરેશી મહોલ્લા ધાનોરા નંદુરબાર તા.જી.નંદુરબાર મહારાષ્ટ્ર)ની અટકાયત કરી હતી.તેમજ ઓપ્પો કંપનીનો મોડેલ નંબર A15s એન્ડ્રોઇડ મોબાઇલ રીકવર કરવામાં આવ્યો હતો. એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ આરોપીની અટકાયત કરી ઉચ્છલ પોલીસને આરોપી સોંપવાની તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590