તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ ટેકનિકલ સર્વેલન્સના આધારે વ્યારાના જુના બસ સ્ટેન્ડ ખાતેથી ચોરીના મોબાઈલ સાથે એક ને ઝડપી પાડ્યો હતો.
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ટેકનિકલ સર્વેલન્સ ના આધારે તપાસ ચાલુ હતી તે દરમિયાન માહિતી મળી હતી કે, વ્યારા પોલીસ મથકે મોબાઈલ ચોરીનો ગુનો નોંધાયેલ છે. તે મોબાઈલ વ્યારા જુના બસ સ્ટેન્ડ ખાતે આવેલ છે. ટેકનિકલ સર્વેલન્સ ના આધારે પોલીસ સ્ટાફના માણસો તાત્કાલિક ધોરણે વ્યારા જુના બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા હતા. અને ચેકિંગ હાથ ધરી હતી. ત્યારે મોઈન ખાન મહેબૂબ ખાન પઠાણ (રહે. સેલંબા તા. સાગબારા જી.નર્મદા) ચોરીના મોબાઈલ સાથે ઝડપાયો હતો. જે બાદ પોલીસે તેની અટકાયત કરી હતી. તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ આરોપીને વ્યારા પોલીસ ને સોંપેલ છે. જેને લઈને વ્યારા પોલીસે આગળ એની તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590