Latest News

તાપી જિલ્લા એલસીબી એ ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી,આરોપીને ઝડપી પાડયો

Proud Tapi 08 Mar, 2024 03:26 PM તાપી

તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડએ સોનગઢ ખાતે ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોરીને ભેદ ઉકેલ્યો હતો.અને આરોપીને ઝડપી પાડી,મોબાઈલ રિક્વર કરવામાં આવ્યો હતો.


સોનગઢ ખાતે રહેતા શશીકાંત મનહર પાટીલ એ પોતાના 20 હજાર રૂપિયાની કિંમતનો મોબાઇલ ઓટલા પર મૂક્યો હતો. જે મોબાઈલ કોઈકે ચોરી લીધો હતો. જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે ગણતરી ના કલાકોમાં જ તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડએ  ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.અને આરોપીને ઝડપી પાડ્યો હતો.તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડએ મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી રાહુલસિંહ ફુલસિંહ રાજપુત (રહે.લીંબાયત, સુરત મૂળ રહે.કરસવા થાના ગાજીપુર જી.ફતેપુર ઉત્તર પ્રદેશ)ની અટકાયત કરી હતી. તેમજ પોલીસે મોબાઈલ રીકવર કરી, આરોપીને સોનગઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post