તાપી જિલ્લા એસઓજી ટીમ એ રાજકોટ તાલુકા પોલીસ મથકે ગાંજાના ગુનામાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપીને વાલોડ તાલુકાના બુટવાડા ગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
તાપી જિલ્લા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો વાલોડ તાલુકાના બાજીપુરા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ગાંજાના ગુન્હામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી બુટવાડા વિસ્તારમાં જોવા મળેલ છે. જે બાતમીના આધારે એસ.ઓ.જી.પોલીસ સ્ટાફના માણસોએ બુટવાડા ખાતેથી વોન્ટેડ આરોપી પરબત ઉર્ફે મુન્નો ભીખા શંકર (રહે.બુટવાડા ટેકરા ફળીયુ તા.વાલોડ જી.તાપી)ને ઝડપી પાડયો હતો.તેમજ પોલીસે આરોપીને રાજકોટ તાલુકા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590