તાપી જિલ્લા એસ.ઓ.જી.પોલીસ સ્ટાફના માણસોએ છેલ્લા સાત મહિનામાં જાહેરનામા ભંગના ૧૧૪ જેટલા કેસો કર્યા હતા.અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
તાપી જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસંધાને બહારના રાજ્યમાંથી અગર બહારના દેશમાંથી આવતા ઇસમો કોઇના મકાન,ધંધાના એકમો,દુકાન,ઓફિસ ભાડા કરાર કર્યા વગર ભાડે રાખીને રહેતા હોય એવા ઇસમો ઉપર વોચ રાખી જાહેરનામા ભંગના કેસો કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે.જે સુચના અને માર્ગદર્શન અનુસંધાને તાપી એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસોએ છેલ્લા સાત માસ દરમિયાન તાપી જિલ્લામાં ઘર,મકાન,ઓફિસ ભાડે રાખી, ભાડાકરાર ન કરી તથા તે અંગેની જાણ સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને ન કરીને જાહેરનામાનો ભંગ કરવામાં આવેલ હોય એવા મકાન/દુકાન/ઓફિસ માલિક વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા હતા.એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસોએ છેલ્લા સાત માસ દરમ્યાન જાહેરનામાં ભંગના -૧૧૪ કેસો કર્યા હતા.અને લોકોમાં આ અંગે જાગૃતતા આવે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590