તાપી જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં સોનગઢ તાલુકાના મલંગદેવ ખાતે થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.મહિલાના પતિએ જ શંકા -વ્હેમ રાખી હત્યા કરવાનું સામે આવ્યું હતું.જે બાદ પોલીસે આરોપીની અટકાયત કરી હતી.
સોનગઢ તાલુકાના મલંગ દેવ ગામ ખાતે રહેતી અંજલી ગુલાબ ગામીત (ઉ.વ.૪૬) રાત્રિના સમયે પોતાના ઘરે સુઈ રહ્યા હતા.તે દરમિયાન રાત્રિના બારથી સવારના સાત વાગ્યાના અરસામાં કોઈક અજાણ્યા ઇસમે કોઇ કારણસર તેણીના ગળાના ભાગે બે તથા દાઢીના ભાગે એમ મળી કુલ ત્રણ તીક્ષ્ણ હથિયારના ઘા મારી દીધા હતા.ત્યારે મહિલાને ગંભીર ઈજા પહોંચતા લોહી નીકળવાથી મહિલાનું મોત નિપજ્યું હતું. જે બાદ સોનગઢ પોલીસ મથકે હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ તાપી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ ટીમ તથા એસ.ઓ.જી. તથા સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ હત્યારાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
ત્યારે તાપી જિલ્લા પોલીસની સંયુક્ત તપાસમાં સામે આવ્યું હતું કે,મરણ જનાર અંજલીબેનના પતિ ગુલાબ બાબુ ગામીત એ જ શંકા વ્હેમ રાખી તેણીની હત્યા કરી હતી.જે બાદ પોલીસે તેની અટકાયત કરી હતી.આરોગ્યની અટકાયત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590