તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ પોલીસ સ્ટાફ ના માણસોએ વ્યારા ના વેગી ફળિયા ખાતેથી ગેરકાયદેસર રીતે મુંબઈથી નીકળતા વરલી મટકા નો પૈસા પર હાર જીતનો જુગાર રમાડનારને ઝડપી પાડ્યો હતો.
તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ પોલીસ સ્ટાફ ના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારા ટાઉનમાં વેગી ફળિયામાં રહેતા ગણેશબાબુ ગામે પોતાના ઘરની બહાર બેસી મુંબઈથી નીકળતા વરલી મટકા નો પૈસા પર હાર જીતનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો વેગી ફળિયા ખાતે પહોંચ્યા હતા અને મુંબઈથી નીકળતા વરલી મટકા નો પૈસા પર હાર જીતનો આંક ફરક નો જુગાર રમાડનાર ગણેશ બાબુ ગામીત (ઉ. વ.૪૭) ની અટકાયત કરવામાં આવી હતી. તેમજ ૧૧,૮૫૦/- નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590