કાકરાપાર પોલીસએ રસ્તો ભૂલી જવાથી પરિવારથી વિખૂટા પડેલા વૃદ્ધ સ્ત્રીનો પરિવાર સાથે પુનઃ મિલાપ કરાવીને સરાહનીય કામગીરી કરી હતી અને માનવતા મહેકાવી હતી.
કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચાંપાવાડી ગામ ખાતે બસ સ્ટોપ પર રાત્રિના સમયે એક વૃદ્ધ સ્ત્રી ઘરે જવાનો રસ્તો ભૂલી જતા,હતાશ થઈને બેઠા હતા.ત્યારે જાગૃત નાગરિક દ્વારા તે અંગેની જાણ કાકરાપાર પોલીસને કરવામાં આવી હતી.જેથી કાકરાપાર પોલીસ સ્ટાફના માણસોની ટીમ સ્થળ પર પહોંચી હતી.જે બાદ કાકરાપાર પોલીસની ટીમ દ્વારા સ્ત્રીનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતુ.ત્યારે જાણવા મળ્યું હતું કે,સ્ત્રીનું નામ દિનુ બચુ ગામીત ( રહે. ખુશાલપુરા , તા.વ્યારા જી.તાપી ) છે.જે બાદ પોલીસ દ્વારા તેમના પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.અને વૃદ્ધ સ્ત્રીને તેમના પરિવાર સુધી પહોંચાડયા હતા.કાકરાપાર પોલીસે વૃદ્ધ સ્ત્રીનો પરિવાર સાથે પુનઃ મિલાપ કરાવી સરાહનીય કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590