સુપ્રીમ કોર્ટે સોમવારે સેનાની ભરતી માટે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને પણ મંજૂરી આપી છે. સર્વોચ્ચ અદાલતે સોમવારે અગ્નિપથ યોજના સામેની બે અપીલને ફગાવી દીધી હતી.આ સાથે કહ્યું કે આ યોજના મનસ્વી નથી.તમને જણાવી દઈએ કે ગત વર્ષે વિવિધ વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકારની આ યોજનાને લઇને સખત વાંધો ઉઠાવ્યો હતો.દેશભરમાં તેનો ઉગ્ર વિરોધ થયો હતો.આર્મી ભરતી અગ્નિપથ યોજનાને લઈને દિલ્હી હાઈકોર્ટમાં બે અરજીઓ પણ દાખલ કરવામાં આવી હતી.સુપ્રીમ કોર્ટે પણ આજે આ અરજીઓને ફગાવીને કેન્દ્રની યોજનાને સમર્થન આપ્યું છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રની અગ્નિપથ યોજનાને મંજૂરી આપી
સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્રની અગ્નિપથ યોજનાને યથાવત રાખવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી બે અરજીઓ ફગાવી દીધી હતી. અગ્નિપથ યોજનાને હવે સુપ્રીમ કોર્ટ તરફથી પણ લીલી ઝંડી મળી ગઈ છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલા ની ખંડપીઠે જણાવ્યું હતું કે અગ્નિપથ યોજનાની શરૂઆત પહેલાં દળો માટે રેલીઓ, શારીરિક અને તબીબી પરીક્ષણો જેવી ભરતી પ્રક્રિયા દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોને નિમણૂકનો કોઈ અધિકાર નથી.
તમને જણાવી દઈએ કે અગ્નિપથ યોજનાના આગમન પહેલા સુપ્રીમ કોર્ટ એરફોર્સમાં નિમણૂકની રાહ જોઈ રહેલા ઉમેદવારો ની અરજી પર સુનાવણી કરવા માટે સંમત થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી માટે 17 એપ્રિલની તારીખ નક્કી કરી છે.
અગ્નિવીર 14 જૂન 2022 ના રોજ રજૂ કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે 14 જૂન, 2022ના રોજ અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સેનામાં યુવાનોની ભરતી માટે નવા નિયમો આપવામાં આવ્યા હતા. આ નિયમો અનુસાર, ફક્ત સાડા 17 વર્ષથી લઈને 21 વર્ષની વચ્ચેના યુવકો જ આમાં અરજી કરી શકે છે. ચાર વર્ષ માટે સેનામાં ભરતી થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590