Latest News

જી.પી.એસ.સી દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ તાપી જિલ્લાના ૧૯ કેન્દ્રો ખાતે યોજાશે

Proud Tapi 30 Dec, 2023 03:42 AM ગુજરાત

તાપી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી તા.૭મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ગુજરાત વહિવટી સેવા-૧, ગુજરાત મુલ્કી સેવા ૧/૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા-૨ની પ્રિલિમનરી પરીક્ષા યોજાનારી છે. આ પરીક્ષાઓ તાપી જિલ્લાના ૧૯ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે. જેમાં વ્યારા તાલુકામાં જે.બી. એન્ડ એસ.એ. સાર્વજનિક હાઈસ્કુલ, યુનિટ ૧-૨, શ્રી એમ.પી.પટેલ માધ્યમિક શાળા, શ્રી ખુ.મા.ગાંધી પ્રાથમિક શાળા, માં શિવદુતિ સાયન્સ સ્કુલ-તાડકુવા, શ્રી કે.બી.પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, શ્રી કે.બી.પટેલ ઇંગ્લીશ મિડિયમ પ્રાઈમરી સ્કુલ, શ્રીમતી કે.કે.કદમ કન્યા વિદ્યાલય યુનિટ-૧ અને ૨, શ્રી પ્ર અને ભા વિદ્યાલય કપુરા, દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, શ્રી આર.પી.ચૌહાણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, પનિયારી યુનિટ ૧ અને ૨, વિદ્યા ગુર્જરી માધ્યમિક શાળા પનિયારી તેમજ વાલોડની શ્રી આર.વી.પટેલ હાઈસ્કુલ બાજીપુરા, સ.ગો.હાઈસ્કુલ યુનિટ ૧ અને ૨, બી.ટી. એન્ડ કે.એલ.ઝવેરી સાર્વ, બુહારી યુનિટી ૧ અને ૨ એમ કુલ ૧૯ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાઓ યોજાશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post