વ્યારાના ઝાંખરી રાઉન્ડનો ફોરેસ્ટર રાજેશકુમાર પટેલ રૂપિયા ૪૦ હજારની લાંચ લેતા એસીબીના હાથે પકડાયો છે,જેને લઇ લાંચીયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર એસીબીને ફરિયાદ કરનારને ગઇ તા.૦૮/૦૪/૨૦૨૩ના રોજ રાઉન્ડ ફોરેસ્ટરની કચેરી ઝાંખરી તરફથી એક નોટીસ મળી હતી.જેમાં ખેરના બીન પાસ પરમીશન વગરના અનામત પ્રકારના ખેરના છોલેલા લાકડા તેમજ વાહન પકડવામાં આવ્યા હતા,જે ગુનામાં કરિયાદીને રેન્જ કયેરી વ્યારા ખાતેથી દિન-૦૨ માં હાજર રહેવા સુચના આપવામાં આવી હતી.
જે બાબતે લાંચિયા કોરેસ્ટરને મળતા “તપાસમાં તારું નામ નહીં આવે અને તારી ધડપકડ નહીં થાય” તેમ કહી ફરિયાદી પાસે પ્રથમ ૫૦,૦૦૦/-ની લાંચની માગણી કરી હતી જે રકઝકના અંતે ૪૦,૦૦૦/-નકકી થઇ હતી,જોકે લાંચની રકમ ૪૦,૦૦૦/- ફરીયાદી આપવા માંગતા ન હોય, તેઓએ એસી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા એસીબીએ આજરોજ લાંચના છટકાનુ આયોજન કર્યું હતું જેમાં ઝાંખરી ગામના સ્મશાનની બાજુમાં,જાહેર રોડ ઉપર ફોરેસ્ટર રાજેશકુમાર બચુભાઇ પટેલ ૪૦,૦૦૦/-ની લાંચની રકમ સ્વીકારતા સુરત ગ્રામ્ય એસીબીના હાથે રંગે હાથ ઝડપાઇ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590