Latest News

સોનગઢ ખાતેથી વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે નવનિર્મિત સોનગઢ બસ સ્ટેન્ડ તથા ૫૧ નવિન બસોનું લોકાર્પણ કરાયું

Proud Tapi 20 Jan, 2024 06:37 AM ગુજરાત

રાજ્યને સમર્પિત નવિન બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી નવી બસોમાં સવારી કરતા રાજ્યમંત્રી હર્ષ સંઘવી

તાપી જિલ્લા પોલીસ તંત્ર સહિત જિલ્લા વહીવટી તંત્રની કામગીરી ની પ્રશંસા કરતા વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી



તાપી જિલ્લાના સોનગઢ ખાતે નવનિર્મિત બસ સ્ટેન્ડ તથા ૫૧ નવિન બસોનું લોકાર્પણ  રમતગમત, યુવક સેવા, સાંસ્કૃતિક વિભાગ અને વાહન વ્યવહારના રાજ્યમંત્રી  હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વાહન વ્યવહારના મંત્રી  હર્ષભાઈ સંઘવીએ સમગ્ર જિલ્લાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આજે આ અદ્યતન સેવાઓથી સંપન બસ સ્ટેન્ડ નાગરિકોની સુવિધા માં વધારો કરશે.સોનગઢ બસ સ્ટેન્ડ ઉપર 538 બસો દૈનિક ધોરણે અપડાઉન કરે છે. સોનગઢથી મહારાષ્ટ્ર આવન જાવન કરવા માટે પણ રાજ્ય સરકારે ધુલીયા અને નાગપુર સુધી 130 બસોનું સંચાલન કરી રહી છે.સમગ્ર ગુજરાતમાં 30 લાખથી વધુ મુસાફરો દરરોજ બસમાં મુસાફરી કરે છે. એમ જણાવી બસ, એ મુસાફરોની જીવાદોરી નું માધ્યમ છે. બસ એ લાખો લોકોને પોતાની મંજિલ સુધી પહોંચાડી સૌના સપના પુરા કરે છે તેમ કહ્યું હતું.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે,તમારા માટે ઉપલબ્ધ કરાવેલ સુવિધાને વર્ષો સુધી આવી જ હાલતમાં રહે તે માટે સ્વચ્છતા જાળવવી ખુબ જ જરૂરી છે. સ્વચ્છતાનો સંકલ્પ લઇ વડાપ્રધાન  જ્યારે પોતે ઝાડૂં લઇ સફાઈ અભિયાનમાં ભાગ લેતા હોય ત્યારે આપણે તેમા સાચા નાગરિક તરીકે સહભાગી થવું જોઇએ.સમગ્ર રાજ્યમાં 2800 નવા સ્વચ્છતા કર્મચારીઓ નવા બનાવેલ બસ સ્ટેન્ડ ઉપર ઉપલબ્ધ કરાવ્યા છે. સરકાર તમામ સુવિધાઓ આપે છે.પણ તેની જાણવણી કરવાની અને એક જાગૃત સમાજ તરીકે સુવિધાઓને સાચવવાની આપણી ફરજ છે એમ જણાવી સૌને પોતાની આસપાસ અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાણવવા અનુરોધ કર્યો હતો.

તેમણે વધુમાં ઉમેર્યું કે,ગુજરાત માત્ર એક એવું રાજ્ય હશે,જ્યા મહાનગર પાલીકાઓને જે સુવિધા મળે તેવી જ સુવિધાઓ ગ્રામ્ય કક્ષાએ પણ મળે છે.ગુજરાતના છેવાડા દરેક વ્યક્તિની સુવિધા માટે તબક્કાવાર સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળે બસ સ્ટેન્ડોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે.

આ સાથે તાપી જિલ્લાના પ્રતિનિધિઓ અને એડમિનિસ્ટ્રેશન બન્ને ખુબ જ મજબુત છે, અને એક સશક્ત ટીમ તરીકે જિલ્લાના નાગરિકોને તમામ સુવિધાઓ મળી રહે તેની તકેદારી રાખી રહ્યા છે. એમ તેમણે સરાહના કરતાં જણાવ્યું હતું. હતી. અંતે તેમણે તાપી જિલ્લા પોલીસ તંત્રની કામગીરી ની પ્રશંસા કરતા નાગરિકોને વ્યાજખોરોથી મુક્તી અપાવવાની સાથે, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

મંત્રીએ પોતાના યુવા દિવસોની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે,તાપી જિલ્લો એ મારા માટે રાજકીય અને સામાજિક કામગીરીમાં સૌથી વધારે લાગણીથી જોડાયેલો જિલ્લો છે.

કાર્યક્રમમાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવીન બસો અને બસ સ્ટેન્ડ નું નિરીક્ષણ કર્યું હતું.આ સાથે રાજ્યને સમર્પિત ૫૧ બસને લીલી ઝંડી આપી બસોને પ્રસ્થાન કરાવી નવી બસોમાં સ્વયં સવારી પણ કરી હતી.

આ પ્રસંગે પદ્મશ્રી રમીલાબેન ગામીત, ધારાસભ્ય મોહન ઢોડિયા, જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક  રાહુલ પટેલ, સુરત વિભાગીય નિયામક પી.વી.ગુર્જર, નિગમ સચિવ રવિ નિર્મળ, જનરલ મેનેજર એસ.ટી.નિગમ એસ.કે.ડાબી અને સોનગઢ ડેપો મેનેજર ઝેડ.એમ.શેખ સહિત વિવિધ મહાનુભાવો અને સોનગઢ તાલુકાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post