વિકાસ કામો પુરા થવાની મોદીજીની ગેરંટી એટલે કુંવરજીની પણ ગેરંટી’-રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ
ઉકાઇ ખાતે મંદીરની સાફસફાઇ કરી સ્વચ્છતા જાળવવા આગ્રહ કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ
આજરોજ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે સોનગઢ તાલુકાના ઉકાઇ ગામ ખાતે રૂપિયા ૨,૯૦,૧૯,૧૩૯ના ખર્ચે રીકાર્પેટીંગ ઓફ ઉકાઇ કોલોની રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના માનવીની સુવિધામાં વધારો થાય તેવા લક્ષ્ય સાથે કાર્ય કરી રહી છે. ત્યારે તાપી જિલ્લાના ઉકાઇવાસીઓની વર્ષો જુની માંગણી આજે પુરી કરી ૩ કરોડના ખર્ચે તમામ રસ્તાઓનું રીકાર્પેટીંગ થવા જઇ રહ્યું છે. મંત્રીશ્રીએ આગામી સમયમાં વિજળી, પાણીને લગતા અન્ય પ્રશ્નોનો પણ વહેલી તકે નિકાલ આવશે એમ ઉમેરી નગરવાસીઓને ધીરજ રાખવા અનુરોધ કર્યો હતો.
અંતે મંત્રીશ્રીએ ‘વિકાસ કામો પુરા થવાની મોદીજીની ગેરંટી એટલે કુંવરજીની પણ ગેરંટી’ એમ ઉમેરી રોડના એન્જીનીયર સહિત કોન્ટ્રાક્ટરને કામમાં ગુણવતા જાળવી રાખવા અને ઝડપી કામગીરી પુર્ણ કરવા મીઠી ટકોર કરી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત માજી મંત્રીશ્રી કાંતીભાઇ ગામીતે પ્રાસગિક ઉદ્બોધન કરી મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની કાર્યશૈલી વિશે સૌને અવગત કરી તેઓની કામગીરીની સરાહના કરી હતી. ખાતમુહુર્તના કાર્યક્રમ બાદ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ સહિત માજી મંત્રીશ્રી કાંતીભાઇ ગામીત અન્ય મહાનુભાવોએ ઉકાઇના અંબામાતા મંદિર ખાતે સાફસફાઇ કરી નગરજનોને સ્વચ્છતા જાળવવા સંદેશ પાઠવ્યો હતો.
આ પ્રસંગે ઉકાઇ એક્ઝેટ્યુટીવ એન્જીનીયરશ્રી હેમંત ચૌધરી, વિવિધ સ્થાનિક પદાધિકારીશ્રીઓ,અધિકારીશ્રીઓ અને ગામના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590