તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામની મહિલા સરપંચ સુનીતા ચૌધરી દ્વારા તાલિબાની કૃત્ય કરવામાં આવ્યું હતું.મહિલા સરપંચ દ્વારા એક યુવતીના માથાના વાળ કાતર વડે કાપી નાંખવામાં આવ્યા હતા.અને યુવતીને માર મારીને, જાહેરમાં તેને અર્ધ નિર્વસ્ત્ર કરી દેવામાં હતી.
ત્યારે તાપી જિલ્લાના આદિવાસી સમાજના યુવાનો અને અન્ય સમાજના આગેવાનો એક જૂથ થઈને અન્યાયની સામે લડવા માટે મેદાને આવ્યા હતા. અને અનેક તાપી જિલ્લા કલેકટર અને તાપી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને ન્યાયની માંગણી કરી અને મહિલા સરપંચને પદ પરથી દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી.
જે બાદ સમગ્ર મામલાને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જે બાદ પોલીસના રિપોર્ટના આધારે દ્વારા તાલુકા વિકાસ અધિકારીએ તપાસનો ધંધો માટે શરૂ કર્યો હતો. અને જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ આપ્યો હતો.ત્યારબાદ મહિલા સરપંચનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અને જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 59 (1) મુજબ સરપંચ સુનિતા ચૌધરીને સરપંચના હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા હતા.ત્યારે વહીવટી તંત્ર દ્વારા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590