વ્યારાના કાનપુરા ખાતે સાંજના સમયે ઘર આંગણે મુકેલી એકટીવા મોપેડ ની ચોરી થઈ જતાં,આસપાસના વિસ્તારમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. ચોરીને લઈને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
વ્યારાના કાનપુરા નવી વસાહત ખાતે રહેતા પિયુષ પ્રવીણ રાણાના કબજાની એકટીવા મોપેડ રજી. નં.GJ -26-AD-3299 સાંજના સમયે ઘરના આંગણામાં મૂકી હતી. જોકે રાત્રિના દસ વાગ્યાના અરસામાં મોપેડ જોવા મળી નહોતી. જેથી આસપાસના વિસ્તારમાં મોપેડની તપાસ કરવામાં આવી હતી અને શોધખોળ કરી હતી. તેમ છતાં મોપેડ મળી આવી નહોતી. જેથી 30 હજારની કિંમતનું મોપેડ ચોરી થઈ ગયું હોવાનું જણાય આવતા પિયુષ રાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વ્યારા પોલીસે ચોરીને લઈને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590