સુરત સીટીના અમુક "સરકારી" ગાર્ડન માં થયેલ ગેરકાયદેસર પ્રવૃતિઓના લીધે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલ શાંતિકુંજ ગાર્ડનમાં અસામાજિક તત્વોનો ગેરકાયદે સ્વરૂપે ઘેરાવો થયેલ છે, સ્થાનિકોના કહેવા મુજબ જાણવા મળ્યું છે કે બાગ ખાતામાંથી શાંતિકુંજ ગાર્ડન ને સિક્યુરિટી ગાર્ડ ની ફાળવણી કરી આપવા છતાં ઘણા સમયથી બાગ બે ચાર અને અધિકારી લાચાર થઈ ગયા છે. આ શાંતિકુંજ ગાર્ડનમાં રાત્રે 11:00 વાગ્યાના સમય અસામાજિક લોકો દ્વારા દરરોજ ચરસ,ગાંજો અને દારૂનું સેવન કરી બાગની સ્વચ્છતા અને મર્યાદા ને નષ્ટ કરવામાં આવે છે, સરકારી ચોપડા પર સિક્યુરિટી ગાર્ડ નું ટેન્ડર ચાલુ અને પગાર ચાલુ હોવા છતાં ગાર્ડનની આસપાસ કોઈ સિક્યુરિટી ગાર્ડ કેમ નથી? આ પ્રશ્ન લઈને સ્થાનિકો દ્વારા ફરી વિરોધ જોવા મળી રહ્યો છે. સિનિયર સિટીઝન માટે બનેલા ગાર્ડન નો દુરુપયોગ "અસામાજિક" તત્વો દ્વારા ભારે માત્રામાં અનેક જગ્યા કરવામાં આવી રહ્યો છે, તથા બાળકોને રમવા માટે કોઈ સાધન સામગ્રી પણ ઉપલબ્ધ નથી અને સિક્યુરિટી ગાર્ડ ન હોવાના કારણે સંપૂર્ણ રીતે મુક્ત મુકાયો છે, સુરત મહાનગરપાલિકાનો શાંતિકુંજ ગાર્ડન. સુરત શહેરના મેયર અને સુરતના કમિશનર દ્વારા આવા અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590