વ્યારા પોલીસે વૃંદાવાડી ખાતે ગેરકાયદેસર રીતે ગંજીપાના નો પૈસા પર હાર જીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા.તેમજ સ્થળ પરથી 6 હજાર કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
વ્યારા પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારા ના વૃંદાવાડી ખાતે રહેતા રાજેશ અશોક બુંદેલાના ઘર સામે ત્રણ જેટલા વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે ગંજી પાના નો પૈસા પર હાર જીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ વૃંદાવાડી ખાતે રેડ કરી હતી.ત્યારે નવાઝ ખાન અલી ખાન પઠાણ તથા રાજેશ અશોક બુંદેલા તથા સંજય ઝવેર રાણા (ત્રણેય રહે.વ્યારા તા. વ્યારા જી.તાપી ) ગંજી પાના નો જુગાર રમતા ઝડપાયા હતા.પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા ૬૩૬૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.વ્યારા પોલીસે આ અંગેનો ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590