સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ શક્તિનગર સોસાયટી ખાતેથી કારમાં ભરેલા દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમજ દારૂનો જથ્થો અને કાર સહિત અંદાજે ૫.૫૩ લાખ કરતાં વધુનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો હતો.અને એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે લિસ્ટેડ બુટલેગર વિપુલ ઉર્ફે ઘોડો અશોક પાટીલ તેની સાથે ફોર વ્હીલ રજી.નં. GJ-01-HV-6884 માં દારૂનો જથ્થો ભરી શક્તિ નગર સોસાયટી ખાતે આવનાર છે. જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ શક્તિનગર સોસાયટી ખાતે વોચ ગોઠવી હતી.ત્યારે કાર રજી. નં .GJ-01-HV-6884 આવતા પોલીસે તેની તપાસ કરી હતી.ત્યારે કારમાંથી પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટ નો ઇંગલિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે સ્થળ પરથી દારૂના જથ્થા સાથે 1.અસમત ઉર્ફે મોન્ટુ ગુલામ વોરા (રહે-સોનગઢ, શક્તિ નગર સોસાયટી, તા.સોનગઢ, જી.તાપી ),2. મુકેશ કાશીરામ વળવી (રહે- કરંજવેલ, નિશાળ ફળીયુ, તા-નવાપુર, જી-નંદુરબાર મહા.) 3.શૈલેષ સુરેશ વળવી(રહે-ઉમરાણ, દેવળ ફળીયુ. તાન્નવાપુર, જી- નંદુરબાર . મહારાષ્ટ્ર )ની અટકાયત કરી હતી.
તેમજ સ્થળ પરથી કાર જેની કિંમત રૂપિયા ૫ લાખ તથા દારૂના જથ્થો જેની કિંમત રૂપિયા ૪૮ હજાર તથા મોબાઈલ જેની કિંમત રૂપિયા ૫ હજાર એમ મળી કુલ કિંમત રૂ.૫.૫૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે વિપુલ ઉર્ફે ઘોડો અશોક પાટીલ (રહે - સોનગઢ, તા-સોનગઢ, જી - તાપી)સ્થળ પરથી પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો. ત્યારે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590