ઉચ્છલના મીરકોટ ગામ ખાતે આવેલ સિંહોરી હોટલ પાસે બે ટ્રાવેલર્સ બસ પાર્ક કરવામાં આવી હતી અને મુસાફરો બહાર હોટેલ પર ગયા હતા.ત્યારે કોઈક અજાણ્યા ચોરી સામે કુલ ત્રણ જેટલા મોબાઈલ ની ચોરી કરી હતી. અને અંદાજે ૨૪ હજારના મત્તાના મુદ્દામાલ ની ચોરી થઈ હતી.
ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામ ખાતે આવેલ સિંહોરી હોટલ પર બે ટ્રાવેલર્સ બસ પાર્ક કરવામાં આવી હતી. અને બસના મુસાફરો હોટલ પર ગયા હતા. ત્યારે બસ રજી. નં.AR-0 1-R-0461 માંથી ચુનિલાલ નવનીત સોનગીરે નો ૧૦ હજારની કિંમતનો મોબાઈલ તથા બીજી બસ રજી. નં.AR-11-B-9191 માંથી (૧) કલ્પેશ શંકર રદવે (રહે.શ્રીનાથજી સોસાયટી પુના ગામ, કારગીલ ચોક સુરત શહેર)નો ૭ હજારની કિંમતનો મોબાઈલ તથા (૨) વિશાલ ધ્યાનેશ્વર બારી (રહે.શ્રીનાથજી સોસાયટી પુના ગામ, કારગીલ ચોક સુરત,) નો ૭ હજારની કિંમતનો મોબાઈલ ચોરી થયો હતી.એમ મળી કુલ કિંમત રૂપિયા ૨૪ હજારની ચોરી થઈ હતી.ત્યારે બનાવને લઈને ઉચ્છલ પોલીસે ચોરી અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590