ઉત્તર પ્રદેશમાં એક ટ્રેન અકસ્માત થયો છે. યુપીના ગોંડા પાસે ડિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. ટ્રેન નંબર 15904 ડિબ્રુગઢ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ગોંડાના ઝિલાહી અને મોતીગંજ રેલવે સ્ટેશન વચ્ચે આ અકસ્માત થયો હતો. હાલ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલાની નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે.
ભારતીય રેલ્વે દ્વારા હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે. આ નંબરો છે 8957409292 અને 8957400965. આ સાથે રેલ્વે તરફથી કોમર્શિયલ કંટ્રોલ નંબર 9957555984, ફર્કેટિંગ માટે 9957555966 નંબર, મરિયાની માટે 6001882410, સિમલગુરી માટે 8789543798, તિનસુકિયા માટે હેલ્પલાઇન નંબર 9957555959 છે અને ડિબ્રુગઢ માટે તે 9957555960 છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590