Latest News

તાપી જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ૬૬૫ પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસરોની તાલીમ યોજાઈ

Proud Tapi 29 Mar, 2024 10:13 AM ગુજરાત

ડો.શ્યામા પ્રશાદ ટાઉન હોલ વ્યારા ખાતે ૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી સાથે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડતા ડો.વીપીન ગર્ગ

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અંતર્ગત ડો. શ્યામા પ્રસાદ ટાઉન હોલ વ્યારા ખાતે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો.વીપીન ગર્ગની અધ્યક્ષતામાં ૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારના લગભગ ૬૬૫ જેટલા પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસરોની તાલીમ યોજાઇ હતી. 

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે  સર્વે અધિકારીઓને આત્મવિશ્વાસ અપાવી તાપી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કેટલાંક રચનાત્મક સૂચનો આપ્યા હતા.વધુમાં કલેકટર ડો.ગર્ગે ભૂતકાળમાં બનેલી સમસ્યાઓનું પુનરાવર્તન ન થાય તે બાબતે સતર્કતા રાખવા જણાવ્યું હતું. 
  
આ પ્રસંગે કેવીકેના ડો.ડી.સી પંડયા દ્વારા માસ્ટર ટ્રેનર તરીકે પ્રેઝન્ટેશનના માધ્યમથી તમામ ચૂંટણી પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ચૂંટણી પુર્વે, ચૂંટણી દરમિયાન અને ત્યાર બાદ ધ્યાને લેવાની બાબતો,આદર્શ આચાર સંહિતા વિશે,ચૂંટણી પુર્વ સંધ્યાએ જરૂરી સ્ત્રોત તથા સામગ્રીઓ, મતદાન દિવસની જવાબદારી,ઇવીએમ મશીન, વીવી પેટ મશીનનો ડેમો અને જરૂરી બાબતો વિસ્તૃત માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.
       
આ તાલીમમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને વ્યારા પ્રાંત અધીકારી,વ્યારા મામલતદાર સહિત ચૂંટણી પ્રકિયા સાથે જોડાયેલા અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post