ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી )ની પરીક્ષા આગામી તા.૦૭.૦૫.૨૦૨૩ રવિવારના રોજ બપોરે ૧૨.૩૦ થી ૧.૩૦ કલાક દરમિયાન યોજાનાર છે. તાપી જિલ્લામાં ૨૬ કેન્દ્રો ખાતે કુલ ૮૯૭૦ ઉમેદવારો પરીક્ષા આપશે.
તાપી જિલ્લાના ૭૫૦ જેટલા અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવશે.
ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળની જાહેરાત ક્રમાંક:૧૦/૨૦૨૧-૨૨ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી )ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ:૦૭/૦૫/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨:૩૦ કલાક થી ૧:૩૦ કલાક દરમ્યાન યોજાનાર છે. જેને અનુલક્ષીને આજે તાપી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે “પરિક્ષા કેન્દ્ર નિયામક, બોર્ડ પ્રતિનિધિ, માઈક્રો ઓબ્ઝર્વર ”ની તાલીમ જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહની ઉપસ્થિતીમાં યોજાઇ હતી.
તાલીમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ એ સૌને પ્રેરિત કરતા જણાવ્યું હતું કે, તાલીમ આપવી અને લેવી બન્ને બાબત અલગ છે, આવનારી પરીક્ષા સુપેરે પાર પાર પડે તે માટે આ તાલીમનું આયોજન કરવામાં આવે છે .તંત્રની વિશ્વસનિયતા બરકરાર રાખી શકાય તે માટે આપણે સૌએ ખુબ ચોક્કસાઈ થી કામગીરી કરવાની જરૂર છે.તેમણે પરીક્ષાલક્ષી માર્ગદર્શક સુચનાઓનું અધ્યયન કરી પારદર્શક અને તંદુરસ્ત વાતાવરણમાં તાપી જિલ્લામાં પરીક્ષા સંપન્ન થાય તેની તકેદારી રાખવા સૌને અનુરોધ કર્યો હતો.
તાલીમમાં શિક્ષણ નિરીક્ષક ગોવિંદભાઇ ગાંગોળા દ્વારા “પરિક્ષા કેન્દ્ર નિયામક, બોર્ડ પ્રતિનિધિ, માઈક્રો ઓબ્ઝર્વર”ને વિસ્તૃત માર્ગદર્શન આપી જરૂરી સુચનાઓ અને માર્ગદર્શિકા અંગે અવગત કરવામાં આવ્યા હતા.
અત્રે નોંધનીય છે કે,ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક:૧૦/૨૦૨૧-૨૨ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી )ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ:૦૭/૦૫/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨:૩૦ કલાક થી ૧:૩૦ કલાક દરમ્યાન યોજાનાર છે. તાપી જિલ્લામાં ૨૬ કેન્દ્રો ખાતે ૮૯૭૦ ઉમેદવારો પરીક્ષા આપશે.પરિક્ષાના દિવસે તાપી જિલ્લાના ૭૫૦ જેટલા અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવશે.
પરીક્ષા સંદર્ભે પરીક્ષાર્થીઓને કે વાલીઓને પરીક્ષાલક્ષી માહિતી ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી જિલ્લા વહિવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા હેલ્પલાઇન સ્થળ તરીકે સમાજ કલ્યાણ શાખા,જિલ્લા પંચાયત કચેરી, તાપી, બ્લોક નંબર:૮, જિલ્લા સેવા સદન,પાનવાડી,વ્યારા,જિ.તાપી અને હેલ્પલાઇન નંબર 02626-220622 જાહેર કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590