Latest News

તાપી જિલ્લા પંચાયત હોલ ખાતે પરીક્ષા કેન્દ્ર નિયામક, બોર્ડ પ્રતિનિધિ, માઈક્રો ઓબ્ઝર્વર અને ફ્લાઇંગ સ્ક્વોર્ડ” ની તાલીમ યોજાઇ

Proud Tapi 06 Apr, 2023 06:01 PM ગુજરાત

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્ક(વહીવટ/હિસાબ) પરીક્ષા આગામી તા.09-04-2023 રવિવારના રોજ સવારે 12 થી 01.30 કલાક દરમિયાન યોજાનાર છે.તાપી જિલ્લામાં 36 કેન્દ્રો ખાતે  11649 ઉમેદવારો પરીક્ષા આપશે.

તાપી જિલ્લાના 240 અધિકારી-કર્મચારીઓ અને 200થી વધુ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે.
ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળની જાહેરાત ક્રમાંક:૧૨/૨૦૨૧૨૨ જુનિયર ક્લાર્ક,વહીવટ હિસાબ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ:૦૯/૦૪/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક થી ૧:૩૦ કલાક દરમ્યાન યોજાનાર છે. જેને અનુલક્ષીને આજે તાપી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે “પરિક્ષા કેન્દ્ર નિયામક, બોર્ડ પ્રતિનિધિ, માઈક્રો ઓબ્ઝર્વર અને ફ્લાઇંગ સ્ક્વોર્ડ” ની તાલીમ  જિલ્લા કલેક્ટર ડો.વિપીન ગર્ગ અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ ની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
 
અધ્યક્ષસ્થાનેથી સૌ અધિકારીઓને માર્ગદર્શન આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે, કોઈ કામગીરીમાં ખોટી ઉતાવળ ન કરતા ધીરજ અને ક્ષતિરહિત કામગીરી પુર્ણ કરવી સૌની જવાબદારી છે. પરીક્ષા પારદર્શક રીતે યોજાય તે માટે સરકાર સહિત તાપી જિલ્લા તંત્ર કટીબદ્ધ છે. જેથી કોઈ ક્ષતિ નો અવકાશ ન રહે તે મુજબ જવાબદારી નિભાવવી જરૂરી છે.

તાલીમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ એ સૌને પ્રેરિત કરતા જણાવ્યું હતું કે, તંત્રની વિશ્વસનિયતા બરકરાર રાખી શકાય તે માટે આપણે સૌએ ખુબ ચોક્કસાઈ થી કામગીરી કરવાની જરૂર છે. તેમણે પરીક્ષાલક્ષી માર્ગદર્શક સુચનાઓનું અધ્યયન કરી પારદર્શક અને તંદુરસ્ત વાતાવરણમાં તાપી જિલ્લામાં પરીક્ષા સંપન્ન થાય તેની તકેદારી રાખવા સૌને અનુરોધ કર્યો હતો.
 
તાલીમમાં શિક્ષણ નિરીક્ષક ગોવિંદભાઇ ગાંગોળા દ્વારા “પરિક્ષા કેન્દ્ર નિયામક, બોર્ડ પ્રતિનિધિ, માઈક્રો ઓબ્ઝર્વર અને ફ્લાઇંગ સ્ક્વોર્ડ”ને વિસ્તૃત માર્ગદર્શન આપી જરૂરી સુચનાઓ અને માર્ગદર્શિકા અંગે અવગત કરાવવામાં આવ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક:૧૨/૨૦૨૧૨૨ જુનિયર ક્લાર્ક,વહીવટ હિસાબ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ:૦૯/૦૪/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક થી ૧:૩૦ કલાક દરમ્યાન યોજાનાર છે. તાપી જિલ્લામાં 36 કેન્દ્રો ખાતે  11649 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા સંદર્ભે પરીક્ષાર્થીઓને કે વાલીઓને પરીક્ષાલક્ષી માહિતી ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી જિલ્લા વહિવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા હેલ્પલાઇન સ્થળ તરીકે સમાજ કલ્યાણ શાખા,જિલ્લા પંચાયત કચેરી, તાપી, બ્લોક નંબર:૮, જિલ્લા સેવા સદન,પાનવાડી,વ્યારા,જિ.તાપી અને હેલ્પલાઇન નંબર 02626-220622 જાહેર કરવામાં આવેલ છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post