Latest News

વ્યારા ઉનાઈ નાકાથી જનક નાકા તરફ જતા રોડ પર ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી દેતાં અકસ્માત,યુવકનું મોત

Proud Tapi 17 Jan, 2024 04:22 AM ગુજરાત

વ્યારા ઉનાઈ નાકાથી જનક નાકા તરફ જતા રોડ ઉપર ચીખલી નાકા પાસે એક ટ્રક ચાલકે મોટરસાયકલને ટક્કર મારી દેતાં,અક્સ્માત સર્જાયો હતો.અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

વ્યારા ઉનાઈ નાકાથી જનક નાકા તરફ જતા રોડ ઉપર ચિખલી નાકા પાસે  ટ્રક રજી. નં.GJ -26-T-8566 ના ચાલકે પોતાનું ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી  હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.GJ -21-F-2993 ને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો.અક્સ્માતમાં મોટર સાયકલ ચાલક રવિન રાયસીંગ ગામીત (રહે. દેવલપાડા તા.સોનગઢ જી.તાપી )ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ત્યારે વ્યારા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post