તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ એ ઉચ્છલ તાલુકાના સાકરદા ગામની સીમમાં બ્રેકડાઉન ક્રેઇનની પાછળ ટોચન કરી ટેમ્પામાં ગાદલાની આડમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે બે ને ઝડપી પાડ્યા હતા.તેમજ દારૂના જથ્થા સહિત ૩.૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક ટાટા કંપનીની પીકઅપ બ્રેકડાઉન ક્રેઈન નં. MH-04-FD-9280 ની પાછલ ટોચન કરેલ છોટાહાથી ટેમ્પો નં.GJ-02-ZZ-2360 માં ગાદલાઓ ની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નીકળનાર છે. જે બાતમીના આધરે પોલીસ સ્ટાફના માણસોએ નવાપુરથી સોનગઢ તરફ જતા સાકરદા ઓવર બ્રીજ ચડવાના રસ્તા પાસે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન ટાટા કંપનીની પીપ બ્રેકડાઉન ક્રેઈન નં. MH-04-FD-9280 ની પાછળ ટોચન કરેલ છોટાહાથી ટેમ્પો નં.GJ-02-ZZ-2360 ની આવતા પોલીસે તેની તપાસ કરી હતી.ત્યારે છોટા હાથી ટેમ્પામાં ગાદલાં ની આડમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે ક્રેઈન અને ટેમ્પા ચાલક ૧.વસીમ રફીકએહમદ અખ્તર (રહે. માલેગાંવ જી.નાસિક મહારાષ્ટ્ર) તથા ૨.યોગેશ રઘુનાથ તાવડે (રહે.ગંગાધરા તા.પલસાણા જી.સુરત ગ્રામ્ય )ની અટકાયત કરી હતી.તેમજ કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૧,૬૫,૬૦૦/- તથા મોબાઇલ નંગ-૨ જેની કિંમત રૂપિયા ૫,૫૦૦/- તથા બ્રેકડાઉન ક્રેઈન જેની કિંમત રૂપિયા ૧ લાખ તથા ટેમ્પો જેની કિંમત રૂપિયા ૧ લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા ૩,૭૧,૫૦૦ /- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને દારૂનો જથ્થો ભરાવનાર રમેશ (જેનું પૂરું નામ જણાઈ આવેલ નથી.) તથા મંગાવનાર સમીર ખાન ( બંને રહે.બારડોલી તા.બારડોલી જી.સુરત ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.ઉચ્છલ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590