તાપી જિલ્લા એલ સી બી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ એ સોનગઢ ના માંડળ ટોલનાકા ખાતે ટેમ્પામાં તરબૂચની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થા સાથે બે ને ઝડપી પાડ્યા હતા.તેમજ ૧.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
તાપી જિલ્લા એલ સી બી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,છોટા હાથી ટેમ્પો નં.-GJ-23-Y-7083 માં બે ઇસમો તરબૂચની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી મહારાષ્ટ્રના નવાપુર તરફથી સુરત તરફ જનાર છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ માંડળ ટોલનાકા ખાતે વોચ ગોઠવી હતી.તે વેળાએ ટેમ્પો રજી. નં.GJ-23-Y-7083 આવતા પોલીસે તેની તપાસ કરી હતી.ત્યારે તરબુચ ની આડમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે ટેમ્પોમાં સવાર મધુકર આનંદા માળી ( ઉ.વ.૪૪ રહે.શ્રીનાથ સોસાયટી-૪ નીલગીરી ઉધના સુરત શહેર મુળ રહે-બડસાણે હનુમાનજી મંદિર સામે, તા.શાંકી જી.ધુલીયા મહારાષ્ટ્ર) તથા શરદ ઓમકાર શીલક (ઉ.વ.૪૨ રહે.શ્રીનાથ સોસાયટી-૪ નીલગીરી ઉધના સુરત શહેર) ની અટકાયત કરી હતી.તેમજ ટેમ્પો જેની કિંમત રૂપિયા ૧ લાખ તથા તરબુચ આશરે ૧૦૦૦ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ૪૦૦૦/- તથા કુલ દારૂની જથ્થો જેની કિંમત રૂપિયા ૭૦,૫૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ જેની કિંમત રૂપિયા ૫,૫૦૦/- એમ મળી કુલ કિંમત રૂપિયા ૧,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને દારૂનો જથ્થો પૂરો પાડનાર વીક્કી (રહે. સાંક્રી ગામ તા.સાંકી જી.ધુલીયા મહારાષ્ટ્ર ) તથા દારૂનો જથ્થો મંગાવનાર ઉમેશ સુભાષ માંડોળે (રહે-ગોડાદરા સુરત શહેર) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.સોનગઢ પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590