વ્યારા પોલીસે મોપેડ પર લઈ જવાતા દારૂના જથ્થા સાથે બે ને ઝડપી પાડ્યા હતા.વ્યારા પોલીસ સ્ટાફના માણસોએ કાનપુરા ખટાર ફળિયા ખાતેથી લીસ્ટેડ બુટલેગરને મોપેડ પર લઈ જવાતા દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો.પોલીસે અંદાજે 47 હજાર કરતા વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
વ્યારા પોલીસી સ્ટાફના માણસો ને ખાનગી રાહે બાતમી મળી હતી કે,વ્યારા ટાઉનમાં રહેતો લીસ્ટેડ બુટલેગર દિપક વકાલત નાથ શુક્લા મોપેડ પર દારૂનો જથ્થો લઈને કાનપુરા ખટાર ફળિયાના બ્રિજ થઈ આવનાર છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ કાનપુર આ ખટાર ફળિયા નદીના બ્રિજ ઉપર વોચ ગોઠવી હતી.ત્યારે મોપેડ રજી.નં.GJ -26-AF-4763 આવતા પોલીસે તેની તપાસ કરી હતી.ત્યારે ભારતીય બનાવટનો ગેરકાયદેસરનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.ત્યારે પોલીસે મોપેડ સવાર દીપક વકાલત નાથ શુક્લા અને નયન નવીન ગામીત (બંને રહે.વ્યારા તા.વ્યારા જી.તાપી)ની અટકાયત કરી હતી.અને દારૂનો જથ્થો પૂરો પાડનાર સુરેશ ઉર્ફે સુર્યો ને વોન્ટેન જાહેર કરવામાં આવ્યો હતો.તેમજ પોલીસે મોપેડ તથા દારૂના જથ્થા સહિત ૪૭,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વ્યારા પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590