સોનગઢ ખાતે બસ સ્ટેન્ડની સામે જૂની અદાવત રાખી બે વ્યક્તિઓએ સાઉન્ડ સિસ્ટમ ચલાવનાર ને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
સોનગઢ ખાતે રહેતા નીરજ પ્રવીણ ચૌધરી સાઉન્ડ સિસ્ટમ ચલાવે ત્યારે સોનગઢ બસ સ્ટેન્ડની સામે આવેલ ચાની લારી પાસે નીરજ ચૌધરી આવતી તારીખમાં લગ્નમાં સાઉન્ડ સિસ્ટમ ભાડેથી મુકવાનુ હોવાથી ઓર્ડર લેવા માટે દક્ષેશ મહેતા તથા રવિ રાકેશ ગુપ્તા સાથે બાકડા ઉપર બેસી વાતચીત કરતાં હતા. તે વખતે મેહુલભાઈ માળી તથા કાશી ટામેટાવાળો (બંને રહે.સોનગઢ )સાથે અગાઉ નવરાત્રીમાં થયેલ ઝઘડાની અદાવત રાખી ત્યાં આવ્યા હતા અને અચાનક કંઈ કહ્યા વગર જ મેહુલ માળીએ તેની પાસે રાખેલ લોખંડના સળીયા વડે નીરજને માથાના ભાગે તથા શરીરે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590