ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસોએ પાખરી ગામ ખાતેથી ગેરકાયદેસર રીતે પૈસા પર હાર જીતનો જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.તેમજ સ્થળ પરથી રોકડા રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,પાખરી ગામમાં નીશાળ ફળીયામાં રહેતા આશીષ સંતા ગામીત ના રહેણાંક મકાનની આગળ આવેલ ખુલ્લી પંજારીના ભાગે ગેરકાયદેસર રીતે ગંજી પાનાનો જુગાર રમવામાં આવી રહ્યો છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ આશીષ સંતા ગામીત ના રહેણાંક મકાનની આગળ આવેલ ખુલ્લી પંજારીના ભાગે રેડ કરી હતી.ત્યારે પોલીસે સ્થળ પરથી આશિષ સંતા ગામીત(રહે. પાખરી તા.ઉચ્છલ જી.તાપી)તથા સુનિલ મકાનજી ગામીત (રહે. ગુણસદા તા.સોનગઢ જી.તાપી )તથા દિનેશ મલુ ગામિત(રહે. પાખરી તા.ઉચ્છલ જી.તાપી) એમ મળી કુલ ત્રણની અટકાયત કરી હતી.તેમજ સ્થળ પરથી ૭૪૦/- રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.ઉચ્છલ પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590