વાલોડ તાલુકાના દેગામા ગામ ખાતે 21 વર્ષીય યુવક વીજપોલ ઉપર કામ કરી રહ્યો હતો. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા તેને કોઈપણ પ્રકારની સેફટીના સાધનો આપવામાં આવ્યા નહોતા. જેના કારણે કરંટ લાગવાથી વીજપોલ ઉપર જ યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે આ જી. ઇ.બી. વિભાગ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી નહીં તો શું છે ?
વાલોડ તાલુકાના દેગામા ગામ ખાતે આવેલ ધોધિયા ફળિયામાં નવા વીજ જોડાણની કામગીરી ચાલી રહી હતી. ત્યારે કોન્ટ્રાક્ટરનો માણસ વિનેસ જશવંત કોકણી પણ વીજ પોલ પર ચઢીને પોતાનું કામ કરી રહ્યો હતો. પરંતુ તેને સેફ્ટી માટે કોઈપણ સાધનો આપવામાં આવ્યા નહોતા. તેમજ તેને સેફટી માટે રબર ગ્લોવ્ઝ પણ આપવામાં આવ્યા નહોતા.ત્યારે કયા ગામના કારણસર પાવર રિટર્ન આવતા 21 વર્ષીય વિનેશ જશવંત કોકણી ને કરંટ લાગ્યો હતો. અને વીજ પોલ ઉપર જ કરંટ લાગવાને કારણે ત્યાં જ તેનું મોત નીપજ્યું હતું. જોકે તેને તાત્કાલિક વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હતું.
ત્યારે આ જી. ઇ.બી. વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરીને યોગ્ય કામગીરી થાય છે કે નહીં તે અંગે કોઈ ધ્યાન પણ આપવામાં આવે છે ખરું ? કે પછી અધિકારીઓ માત્ર એસી ની ઠંડી હવા ખાવામાં જ વ્યસ્ત હોય છે ? કોન્ટ્રાક્ટર દ્વારા સ્થળ પર યોગ્ય કામગીરી કરાવવામાં આવે છે કે નહીં તે અંગેની તકેદારી જી. ઇ.બી. વિભાગ દ્વારા કેમ નથી રાખવામાં આવતી ? કે પછી અધિકારીઓને સ્થળ તપાસ કરવામાં કોઈ રસ જ નથી ? તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા પણ કામ કરનાર ને યોગ્ય સેફટીના સાધનો કેમ ન આપવામાં આવ્યા ? આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે.ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના તાપી જિલ્લાના જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી થશે ખરી? કે પછી એક વ્યક્તિનો જીવ ગયા પછી પણ માત્ર કાગળ પર કાર્યવાહી બતાવી કાર્યવાહી બંધ કરી દેવામાં આવશે એ તો આવનારો સમય જ બતાવશે !
સમગ્ર મામલાને લઈને મૃત્યુ પામનાર યુવકના પરિવારને કોઈ સહાય આપવામાં આવશે કે નહીં તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે. તેમજ જી. ઇ.બી. વિભાગ અને કોન્ટ્રાક્ટર દ્વારા આ પ્રકારે જ બેધ્યાનપણું નું વલણ અપનાવીને બેસી રહેશે તો કેટલાય કામદારોનો જીવ જોખમમાં મુકાશે. તેથી તાત્કાલિક ધોરણે યોગ્ય સેફટી ના સાધનો કામદારોને પૂરા પાડવામાં આવે તે જરૂરી થઈ પડ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590