મળતી માહિતી અનુસાર વ્યારાના વાઘઝરી ગામેથી ગેરકાયદેસર રીતે લઇ જવાતા ખેરના લાકડાં ભરેલ પિકઅપ ટેમ્પોને ઝડપી પાડવામાં વ્યારા કોરેસ્ટ વિભાગને સફળતા મળી છે.વ્યારા રેંજના ફોરેસ્ટ ઓફિસર એ.એલ.પ્રજાપતિ સહિતનો સ્ટાફ વ્યારા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક પિકપ ટેમ્પોમાં લાકડા લઈ જવાના હોય,જે બાતમીના આધારે વ્યારા રેન્જના ફોરેસ્ટનો સ્ટાફ બાતમીના આધારે વાઘઝરી ગામના રસ્તા પરથી એક પિકઅપ ટેમ્પો નંબર જીજે/૧૯/ટી/ ૨૪૦૦ ને ઝડપી પાડી તપાસ કરતા ટેમ્પોમાંથી ખેરના લાકડા નંગ ૧૪૦ જેની કિંમત રૂપિયા ૧ લાખ નો ખેરનો જથ્થો મળી આવ્યો હતો,જોકે લાકડા ચોરટાઓ ભાગી છૂટયા હતા.ફોરેસ્ટ વિભાગે ખેરના લાકડા સહિત ટેમ્પોની કિમત રૂપિયા ૨ લાખ મળી કુલ રૂપિયા ૩ લાખનો મુદ્દામાલ જપ્તકરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590