આવનારી લોકસભા 2024 ની ચૂંટણી ને લઈને દરેક પક્ષ દ્વારા પોતાના વિસ્તારમાં જોરશોર થી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ -કોંગ્રેસ સહિતના તમામ પક્ષો દ્વારા મત મેળવવા માટે પ્રચાર પ્રસાર કરવા માટે દરેક ગામની મુલાકાત લેવામાં આવી રહી છે.પરંતુ વ્યારા ખાતે શંકર ફળિયામાં જે ડિમોલેશન થયું હતું, ત્યાં ના સ્થાનિકો પાસે કોઈપણ નેતા આજ દિન સુધી મત માંગવા આવેલ નથી તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.
બીજી તરફ રચનાત્મક પદ્ધતિથી ચાલી રહેલ શંકર ફળિયાના બે ઘર પરિવારોની લડત બારડોલી લોકસભામાં ચર્ચાનો વિષય બની છે. કારણ કે જાણીતા કર્મશીલ અને એક અવાજ એક મોરચા ના અધ્યક્ષ રોમેલ સુતરીયા તથા વ્યારાના વરિષ્ઠ અને જાણીતા વકીલ નીતિન પ્રધાન દ્વારા પીડિત પરિવારોની મુલાકાત લેતા ચોકાવનારી વાત સામે આવી હતી. અંદાજે બે હજાર જેટલા મતદારો હોવા છતાં પણ લોકસભાના ઉમેદવાર દ્વારા શંકર ફળિયાના પીડિત પરિવારોની મુલાકાત લેવાની તસ્દી લેવામાં આવી નહોતી, ત્યારે આ કેટલી વિપરીત પરિસ્થિતિ કહી શકાય.કારણ કે આ અગાઉ તો નેતાઓ દ્વારા શંકર ફળિયામાં જઈને પણ મત માંગવામાં આવતા હતા. પરંતુ જ્યારે શંકર ફળિયાના રહીશોના ઘરો ડિમોલેશન બાદ બેઘર થઈ ગયા છે . ત્યારે નેતાઓ તેમની વેદના સાંભળવા માટે પણ રાજી નથી તેવું જણાઈ રહ્યું છે.
જોકે શંકર ફળિયાના સ્થાનિકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર ન કરતા ચૂંટણી પ્રચાર માટે આમંત્રણ આપવા બેનર લાગ્યા હતા. ત્યારે બારડોલી લોકસભામાં રાજકીય ગરમાટો જોવા મળ્યો હતો.
શંકર ફળિયા ખાતે ડિમોલેશનના પીડિત પરિવારોને નુકસાન નું વર્તન તેમજ કાયમી રહેઠાણ ની વ્યવસ્થા કરી આપવા માં આવે તે માટે તેમના દ્વારા ભૂતકાળમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી હતી. જોકે હજુ સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી.ત્યારે આવનારા દિવસોમાં રાજકીય નેતાઓ દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવે છે કે કેમ..? તે જોવું રહ્યું !
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590