મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસે નદીના કોઝવે ઉપરથી પાણીમાં ટ્રેક્ટર તણાઇ ગયુ હતુ. જેથી તેમાં બેઠેલા લોકોમાંથી લગભગ 17 લોકો પાણીમાં તણાયા હતા. જેથી એનડીઆરઆફ તેમજ એસડીઆરએફની ટીમોને બોલાવવાાં આવી હતી અને બચાવ રાહતની કામગીરી કરવામાં આવી રહી હતી જો કે, પાણીમાં તણાયેલા લોકોમાંથી 10 જેટલા લોકોને વહેલી સવાર સુધીમાં બચાવી લેવામાં આવેલ છે પરંતુ હજુ 7 જેટલા લોકો લાપતા છે તેને શોધી રહ્યા છે
આ અંગે કલેકટર કે બી ઝવેરી જણાવ્યું હતું કે, ઢવાણા ગામ પાસે નદીના પાણીમાં જે ટ્રેક્ટર તણાયું છહતુ તેમાં કુલ મળીને 17 વ્યક્તિઓ બેઠેલા હતા. જે પૈકીના ચાર વ્યક્તિઓને જે તે સમયે જ બચાવીને બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને એક મહિલા સહિત બે વ્યક્તિ પાણીમાં તણાયેલ હતા જેને રેસ્ક્યુ કરીને બચાવ્યા છે અને કેટલાક લોકો નદીના બીજા છેડે બહાર જાતે આવી ગયા હતા આમ 10 લોકોને બચાવી લીધેલ છે અને જે લાપતા છે તેને શોધવા માટેની કામગીરી રાતે પણ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા ચાલુ રાખવામાં આવેલ છે.
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રવિવારે બપોરના બે વાગ્યાથી લઈને રાત્રના દસ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન હળવદ તાલુકામાં કુલ મળીને સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. સ્થાનિક નદી નાળામાં વરસાદી પાણી આવી ગયા હતા. કેટલીક જગ્યાએ દુર્ઘટનાઓ બની હોવાનું સામે આવી રહ્યું છે તેવામાં રાતના ઢવાણા ગામ પાસે નદીના કોઝવે ઉપર પાણી ભરાયું હતું. ત્યારે ત્યાંથી ટ્રેક્ટર પસાર થતાં ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું હતું અને આ ટ્રેક્ટરમાં બેઠેલા લોકોમાંથી કેટલાક લોકો પાણીમાં તણાયા છે અને કેટલા લોકો એક બીજાના સહારે નદીના બીજા છેડે બહાર આવી ગયા હતા.
ઢવાણા ડૂબેલા તે ટ્રેકટર માં બેઠેલ પાંચાભાઇ મુંધવા એ પોતાનો જીવ બચાવવા માટે થઈને બાવળના થડને પકડી રાખ્યું હતું અને ત્યાં બચાવવા માટે થઈન રાડો પાડી રહ્યા હતા જે ફાયરની ટીમના જવાનો આવાજ સાંભળી જતા ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ તેને તરત જ પાંચાભાઇ મુંધવાને બહાર લાવવા માટેની કવાયત હાથ ધરી હતી અને બહાર કાઢ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590