બારડોલી લોકસભા ના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ સોનગઢ તાલુકાના કેલાઈ ગામ ખાતે પોતાના કાર્યકર્તાઓ સાથે મુલાકાત લીધી હતી અને સંવાદ કર્યો હતો.
૨૩ બારડોલી લોકસભા ના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરી આવનારી લોકસભાની ચૂંટણીમાં વિજેતા થાય તે માટે ઠેર ઠેર કાર્યકર્તાઓ સાથે અને પ્રજા સાથે જન સંવાદ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગતરોજ રાત્રિએ ચૂંટણીલક્ષી મિટિંગ માટે નું આયોજન ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ મીટીંગ નું આયોજન માંડવી મતવિસ્તારમાં સમાવિષ્ટ સોનગઢ તાલુકાના કેલાઈ ગામ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સિદ્ધાર્થ ચૌધરીએ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી સંવાદ કર્યો હતો. તેમજ જન સંવાદ પણ કર્યો હતો. અને વધુમાં ચૂંટણી માં સિદ્ધાર્થ ચૌધરી વિજેતા થાય તે માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590